સંજીવની ઓર્ગેનિક સૂરત ખેતી વાડી સાથે થોડી આધ્યાત્મિક માહિતિ
મીત્રો હાલ ના સંશોધનો જણાવે છે કે દરેક વસ્તુ કે વનસ્પતિ કે સજીવ પોતાની એક અલગ ઊર્જા ધરાવે છે અને તેની અસર તેના આસપાસ ની અન્ય ચીજો પર ખુબ પ્રભાવી અસર કરે છે.
તેમ આપણા ખેતર માં પણ ઉગેલા પાક ને આપણી પોતાની,મજૂર ,જમીન, ત્યાંનું પાણી, આસપાસ ના પાડોસી, ખેતરમા થતા શુભ અશુભ કર્યો એને ત્યાંના વાતાવરણની પાકના ઉત્પાદન પર ખુબ પ્રભાવી અશર થાય છેપાક ઉત્પાદન પર બીજી અસર થાય છે ખેડ,ખાતર,પાણી, અને આપણી માવજત ની ત્રીજી અશર થાય છે જે ઉત્પાદન વાવેલ છે તેનુ તામામ દાવા, પાણી, ખતર વિગેરે ક્યારે ને કયું કેટલુ આપવું તેનુ તલસ્પર્શી જ્ઞાન.
આ બાબતે થોડી નીચે આધ્યાત્મિક માહિતિ જાણવું છુ યોગ્ય લાગે તો અપનાવજો પછી ફર્ક જોજો.
વિચારો તમે ખેતર મા પ્રવેશો તો તમારુ પાળેલ કુતરું પણ ખુશ થઇ જાય તો તમારો લહેરાતો પાક તો તમારી રાહજ જોતો હોય છે માટે દરરોજ પ્રવેશ કરી તેને એને પ્રુથ્વી માતા ને પ્રણામ કરો. હંમેશા પવિત્ર અને ખુશમિજાજ રહો અને એટલાજ પ્રેમથી ખેતરે જાવ એને તમારી મોલાત સાથે પ્રેમ પૂર્ણ મનમાં વાતો કરો તે પણ એક જીવ છે તમારી સંવેદના તે ચોક્કસ અનુભવે છે તેને શુ જરૂર છે તે તમોને સ્વયમ ફીલ થશે.
હંમેશા પવિત્ર અને સકારાત્મક વિચારથી ભરેલા રહો તેની ખુબજ ઊંડી અસર તમારા ઊત્પાદન પર થશે. ચોક્કસ ઊત્પાદન લેવા માટે દિશા, નિર્ણય એને ધેય ચોક્કસ નકકી કરો, તે ચોક્કસ થશે તેવો દ્રઢ વિશ્વાસ રાખો અને તે માટે જરૂરી માર્ગદર્શન, તયારી, જરૂરી જ્ઞાન અને ઈશ્વરની મદદ માંગો
ઈશ્વર ના દરબાર નો એકજ રિવાજ છે તથાસ્તુ માટે ભૂલથી પણ નકારાત્મક માગણી કરવી નહિ, જેમ કે આ વર્ષ બગડ્યું, ભાવ નહિ આવે, મારા ભગ્યજ ખરાબ છેઃ, હાલતા ચાલતા ગાળી બોલાવી, બીજાની ઇર્ષા કરવી, પાડોશી નુ નુકશાન કરવુ, કોઈ ને ખોટી દાવા કે માહિતિ આપવી વિગેરે તે આપણને જ નુકશાન કરે છે તેનાથી દૂર રહેવું.
બધા સાથે પ્રેમ પૂર્ણ સંબંધ રાખો, થાય તો મદદ કરો એક ગાય માતા ખેતરે રાખો તે ખૂબ સકારાત્મક અસર કરે છે ખેતરે દીવાબત્તી કરો ક્યારેક નાનો યજ્ઞ કરો કોઈ મંત્ર જાપ કરો તેની પોઝીટીવ એનર્જી ખુબ પ્રભાવી અસર કરે છે.
ઘરમાં પત્ની માતા પિતા બહેન દીકરી લક્ષ્મી સ્વરૂપ છે તે ને કદાપિ દુઃખી ના કરવા ક્યારેય બરકત નહિ આવે ઘર ને વિચારો, વાણી, વર્તન અને પ્રેમ દ્વારા સ્વર્ગ બનાવો.
મીત્રો ઊપર મુજબ ના સૂચન નું પાલન એક મહિનો કરો ને દરરોજ આ પોસ્ટ બે વાર વચાવી હુ માનુ છું કે ખુબ થોડા સમય મા બધી સમસ્યા દૂર થાય છે અને ઈશ્વરી આશીર્વાદ ની અમીવર્ષા થવા લાગે છે ધીમે ધીમે બધુજ સારું થવા લાગે છે દુવા, દવા અને મહેનત જરૂર રંગ લાવે છે બસ ધીરજ અને વિશ્વાસ રાખો.