પંડિત જસરાજને 1975માં પદ્મ શ્રી, 1990માં પદ્મ ભૂષણ અને 2000માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું (Pandit Jasraj)સોમવારે નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા. અમેરિકાના ન્યૂજર્સીમાં તેમનું નિધન થયું છે. પંડિત જસરાજ છેલ્લા કેટલાક સમયથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં (America)હતા. પંડિત જસરાજનો સંબંધ મેઘાવી ઘરાના સાથે હતો.
પંડિત જસરાજને 1975માં પદ્મ શ્રી, 1990માં પદ્મ ભૂષણ અને 2000માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય શ્રીસંગીત નાટક એકેડમી પુરુસ્કાર, મારવાડ સંગીત રત્ન પુરુસ્કાર વગેરે સન્માનોથી પણ સન્માનિત થયા હતા. પંડિત જસરાજનો જન્મ 28 જાન્યુઆરી 1930માં થયો હતો. પોતાના ગીત દ્વારા આધ્યાત્મને જોડવાની કલાને કારણે તેમને પંડિત રસરાજ પણ કહેવામાં આવતા હતા.