નમસ્કાર મિત્રો, ચુટણી પહેલા આ છેલ્લો મેસેજ તમામ મતદાર ભાઈઓ અને બહેનો એ આ મેસેજ અચૂક વાંચવો. છેલ્લા ઘણા સમય થી ચુંટણી નો ખૂબ મોટા પાયે પ્રચાર થઈ રહ્યો છે મતદાન કરવા જતાં પહેલાં યાદ રાખવા જેવી બાબતો.
પ્રથમ વાત કે અત્યાર ના સમય માં મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે ગરીબ અને મધ્યમવર્ગ ના લોકો માટે જીવન દોહ્યલું બની ગયું છે આપણા વડાપ્રધાન કે ધારાસભ્ય મોંઘવારી નો મ પણ બોલતા નથી એમાં અધૂરામાં પૂરું GST લાવીને આપણા ઉપર વિશેષ ભાર આપ્યો છે.
ધારાસભ્યો ને આજીવન પેન્શન,ગાંધીનગર માં બંગલો,વીજળી ફ્રી,ઘણું બધું ફ્રી માં આપે છે,નેતાઓ ને ઘણો બધો પગાર હોવા છતાંય ફ્રી મળે છે જ્યારે સામાન્ય જનતા ને ભાજપ ના લોકો રેવડી શા માટે ગણાવે છે,અને તાજેતર માં બીજેપી સરકારે હિમાચલ પ્રદેશ માં ૧૨૫ યુનિટ વીજળી ફ્રી આપે છે તો ગુજરાત માં કેમ નહિ ? માટે આ વખતે બીજેપી ને નથી આપવો મત.
બીજેપી ના નેતાઓ અને વડાપ્રધાન જો એક કલાક ના ભાષણ માટે કરોડો રૂપિયાના ખર્ચે તાત્કાલિક ડોમ બનાવાતા હોય તો કોરોના જેવી મહામારી માં એક ખાટલા માટે રખડતા દર્દી અને સમસાનમાં લાશો માટે વ્યવસ્થા કેમ ન કરાઇ ?
તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટનામાં ભાજપના ભ્રષ્ટાચારને કારણે એ પુલ તૂટી પડ્યો અને કેટલાય લોકો મૃત્યુ પામ્યા અને તેમના પરિવારથી વીખુટા પડી ગયા,છતાં જવાબદાર લોકો ને કોઈ જ સજા નહિ.
ગેસની બોટલ 1100, પેટ્રોલ 100 ડિઝલ 110,તેલ ના ડબ્બા ના 3000,સ્કૂલો માં ઉઘાડી લૂંટ,ગામેગામ દલિત અત્યાચાર,કોરોના માં ગરીબ અને મજૂર વર્ગ ચાલતાં કેટલાયે કિલોમીટર કાપી નાખ્યા સરકાર તરફ થી કોઈ જ વ્યવસ્થા નહિ.
આજ સુધી ભરોસો રાખ્યો એટલે કેટલાયે (27) આંદોલન થયા, જેમાં પોલીસ મિત્રો નું ગ્રેડ પે આંદોલન,આંગણવાડી વર્કર,હેલ્પર, આશા વર્કર બહેનોનું આંદોલન, કિસાન ભાઈઓનું આંદોલન, બીએડ પાસ બેરોજગાર યુવાનોનું આંદોલન, જૂની પેન્શન યોજના માટે સરકારી કર્મચારીઓનું આંદોલન, વિદ્યા સહાયક ભરતી આંદોલન,આરોગ્ય કર્મચારી મિત્રોનું આંદોલન બીજા ઘણા બધા મુખ્ય રહ્યા હતા.
પંજાબ માં અંદાજે 700 જેટલા કિસાનો ના મોત થયાં. ટેટ ની પરીક્ષા પાંચ વર્ષ થી લેવામાં આવી નથી જેના કારણે વિદ્યા સહાયક ની ભરતી માં Bed કરેલા લાખો ઉમેદવારો ભાગ લઈ શક્યા નથી,જે હળાહળ અન્યાય છે તલાટી ની જાહેરાત 2018 માં આવી હતી હજી સુધી પરીક્ષા લેવાઈ નથી, બિન સચિવાલય પરીક્ષા પેપર ફોડતા માંડ હવે પૂરી થઈ છે, જો લેવાય તો પેપર ફૂટી જાય છે અને ફોડનારાઓ સામે કોઈ જ કાર્યવાહી નહી.
ભાજપ સરકાર માં ખેડૂતોના નામે પાક વીમા માં 25000 કરોડ નું કૌભાંડ થયું. પી એમ મોદી સાહેબ આવે ત્યારે ગરીબોના જુંપડા ઢાંકવામાં આવે છે અને ચુંટણી આવે ત્યારે એ જ ગરીબો માં ઘરે જઈને ચા પીવાની વાહ ગરીબો પ્રત્યે સુ તમારી લાગણી છે. ભારત પર દેવાનો આંકડો એક પેપર ના કટિંગ મુજબ 167800000000000 છે. કેટલીયે સરકારી શાળાઓ શિક્ષક વિહોણી છે પરીક્ષા લઈને સમયાંતરે ભરતી કરવામાં આવતી નથી.
આ વખતે મત એવી જગ્યા એ આપજો કે આંદોલન કરવા માટે ગાંધીનગર ના જવું પડે.ભૂતકાળ માં આવું ક્યારેય નથી બન્યું કે તમામ સરકારી કર્મચારીઓ એક સાથે આંદોલન કરવા માટે જવું પડ્યું હોય.પોલીસ મિત્રો દિવસ રાત ખડેપગે હોય છે છતાં પણ એમને યોગ્ય grade pay મળતો નથી,આંગણવાડી વર્કર કેટલું બધું કામ કરાવવા માં આવે છે છતાં પણ એમને નજીવું વેતન આપવામાં આવે છે.
થોડાક જ સમય માં તૂટી જય તેવા રોડ બનાવવામાં આવે છે એમના મળતિયા કોન્ટ્રાકટર ને કારણે રોડ પર મોટા ખાડા પડી જાય છે અને વિકાસ ની વાતો થાય છે.
જેણે શિક્ષણ ના નામે તાયફા કર્યા પણ ક્યારેય સરકારી શાળાની પરિસ્થિતિ સુધારવા પર ધ્યાન નથી આપ્યું,પરિણામે આજે ગુજરાત ની કેટલીય શાળાઓ શિક્ષક વિહોણી છે.
હિન્દુ ધર્મમાં ગાયને મા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે,તાજેતર માં લમ્પી વાયરસ ના કારણે કેટલીયે ગાયોના મૃત્યુ થયા છે તો પણ ગાયોના રસીકરણ કે સહાય માટે કોઈ જ વ્યવસ્થા નહિ કરવામાં આવી.
સાહેબ કહેતા હતા કે નોટ બંધી ભ્રષ્ટાચારને નાથવા અને કાળું નાણું બહાર લાવવા માટે કરવામાં આવી છે પણ ભ્રષ્ટાચાર તો ખતમ ના થયો પણ વિજય માલ્યા અને નીરવ મોદી આંકડો મને ખબર નથી પણ કરોડો રૂપિયા લઇને ભાગી ગયા છતાં એમના પર કોઈ જ કાર્યવાહી નહી.
કોરોના માં એમ્બ્યુલન્સ સિવાય હોસ્પિટલમાં એન્ટ્રી નહીં આપવાના નિર્ણયને કારણે કેટલાય લોકોના મોત થયા છે,જ્યારે રેમ દેશીવર ઇન્જેક્શન માટે લોકો તડપતા હતા ત્યારે ભાજપ ના પ્રદેશ પ્રમુખે સ્ટોક કરી રાખ્યો હતો.
બીજેપી ના ભ્રષ્ટ નેતાઓએ પોતાના ગજવા ભરવા માટે ગુજરાત માં દારૂબંધી હોવા છતાંય દારૂના અડ્ડા ચાલવા દીધા જેના કારણે લઠ્ઠાકાંડ થયા. વિકાસ ની વાતો કરવા વાળા હમણાં વિશ્વ માં ભૂખમરા માં આંકડા સામે આવ્યા જેમાં ભારત એ પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લદેશ કરતા પણ પાછળ છે, મારા દેશના કેટલાય ગરીબ લોકો બે ટાંક ના ભોજન માટે પણ તડપે છે.
કેટલુંય કૌભાંડ તો આપણને ખબર જ નથી આપણે સમાચારો માં આવે એટલું જ ખબર છે. આટલી બધી માહિતી એકત્ર કરવામાં ઘણો સમય લાગ્યો છે,માહિતી એકઠી કરનાર નો ખૂબ ખૂબ આભાર. જેથી કરીને વાસ્તવિકતા લોકોને ખબર પડે તો આ વખતે નમ્ર વિનંતી કે યોગ્ય જગ્યા એ મત આપો અને અપાવો,પ્રથમ તબક્કા માં સરેરાશ 55% જ મતદાન થયું છે જે લોકશાહી માટે ખૂબ ઓછું કહી શકાય.