નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા ગ્રુપમાં તમારા બધાનું સ્વાગત છે
અન્નદાતા ગ્રુપ ખેડૂત
1)આ ગ્રુપમાં ખેડૂતોને દરરોજના 35 જેટલા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ બને તેટલા વહેલા મૂકવા માં આવશે અને બીજા કોઈ જે સભ્યો પાસે માર્કેટ યાર્ડના ભાવ આવતા હોય તેને મૂકવાની છૂટ છે, બજાર ભાવ સિવાય બીજુ કઈ મૂકવું નહિ.
2)દર સાત દિવસે મંગળ વારે હવામાનની નિયમિત આગાહી નો વિડિયો જેનો દર મંગળ વારના કૃષિ પ્રભાત માં લેખ આવશે
3) ચોમાસા દરમિયાન દરરોજ હવામાનની પેમ્પ્લેટ માં ટૂંકી અપડેટ આપવામાં આવશે
4)દર ગુરુ વારે ખેતી નિષ્ણાંત ક્લાસ વન,ક્લાસ ટુ તેમજ બીજા અધિકારી ના ખેતી ની માહિતી આપતા વિડિયો આવશે જે ગુરુ વારે કૃષિ પ્રભાત માં લેખ પણ આવશે
5)વિવિધ પાકના ખેત કાર્યોની માહિતી આપતા વિડીયો
6)તેમજ ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરતા વિડીયો મૂકવામાં આવશે
7)દરેક સભ્યો પણ એ વાત નું ખાસ ધ્યાન રાખે કે ગ્રુપ મા માર્કેટ યાર્ડના ભાવ સિવાય કોઈપણ પ્રકારની ચર્ચા ના કરે કારણ કે અમારી પાસે 37 ગ્રુપ હોવાથી તેમાં કોણ સાચી અને કોણ ખોટી માહિતી મૂકે તે અમે ચેક નથી કરી શકતા એટલે અમે વગર જોઈએ તેને ડિલીટ કરવું પડે છે,તેમ છતા જે લોકો ને કઈ કામ હોય તે એડમિન ને પર્સનલ માં મેસેજ કરી શકે છે
8)આ ગ્રુપ ફક્ત ખેડૂતો માટે બનાવેલ છે
9)આ ગ્રુપ બિન રાજકીય છે અને રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી
10)આ ગ્રુપમાં કોઈપણ પ્રકાર ની દવાનો કે વસ્તુ નો પ્રચાર કરતી જાહેરાત આવશે નહીં
11)આ ગ્રુપ માં બધા ખેડૂતો ને જ જોડ્યા છે અને અમારો આગ્રહ ફક્ત ખેડૂતો ને જ જોડવાનો છે છતાં પણ નંબરો મિત્રો દ્વારા વોટ્સએપ ગ્રૂપ માથી લીધેલા હોય ભૂલથી કોઈ ખેડૂત સિવાય ના નંબર હોય તો તેમને જો ગ્રુપ માં અનુકૂળતા ના હોય તો તે સ્વેચ્છા ગ્રુપ છોડી શકે છે
12)મારી દરેક સભ્યો ને એક નમ્ર વિનંતી છે કે થોડા દિવસ ગ્રુપ માં જોડાયેલા રહો અને જુઓ કેવી માહિતી આવે છે પછી જો તમને ના ફાવે તો સ્વેચ્છાએ તમને જે યોગ્ય લાગે તેમ કરજો અમે તમને બાદમાં ફોન કે એડ નહિ કરીએ.