કાંકરેજ તાલુકાની જનતા માટે ખાસ સંદેશ. આ સંદેશને પુરો વાંચો.
કાંકરેજ તાલુકાનાં તમામ સમાજના ભાઇ બહેનોને ખાસ વિનંતી છે કે,આપણાં કાંકરેજ વિધાનસભાના ચાલું ટર્મનાં આપણાં સૌના લોક લાડીલા ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી, જે કોઇ પણ જાતના અહંકાર વગર એકદમ સરળ સ્વભાવ તેમજ અંગત જીવનમાં ખુબજ સાદગીભર્યુ જીવન જીવનાર, છતા સફળ રાજનિતિજ્ઞ, દિર્ઘદ્રષ્ટા, પોતાના દરેક કાર્યમાં તાલુકાની પ્રજાનું હિત ઇચ્છનાર.
કોઇ પણ સમાજ કે જાતી પ્રત્યે પક્ષપાત રાખ્યાં વગર ,તાલુકાની તમામ પ્રજાનો સાર્વજનિક વિકાસ અને ઉન્નતિ ઇચ્છનાર કોઇ પણ જાતનાં આરોપ વગર નિસ્કલંક રીતે પોતાની ટર્મનાં પાંચ વર્ષ પુરા કરનાર એવાં ભાજપના ધારાસભ્ય, શિક્ષણમંત્રી અને વર્તમાન ઉમેદવાર શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ આપણાં સૌના સારા ભાગ્યને લીધે આપણને મળ્યાં છે.
કારણ કે એમણે એમની પાંચ વર્ષની ટર્મ દરમ્યાન આપણાં કાંકરેજ તાલુકાના આજના અને આવતી કાલના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે કેટલાંક એવા ભગીરથ કામો કર્યાં છે જે આજ સુધી થઈ શક્યા ન હતાં.
જેમકે,
1. આપણાં તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં વિકાસ અને વેપાર ધંધાને વેગ મળે એટલાં માટે વેપારીઓની વર્ષો જુની માંગણીને ધ્યાનમાં લઈને શિહોરી-ઉંદરા રોડને મંજુરી અપાવીને એનુ ખાતમુહુર્ત પણ કરી દીધું. જે નદીમાંથી એકદમ સિધો રોડ બનવાથી શિહોરી-ઉંદરા વચ્ચેનું અંતર ઘટીને માત્ર 5 કિલોમીટર થઈ જશે.જેના લીધે ઉંદરા સાઇડનાં તમામ ગામોનાં લોકોનો શિહોરીમાં ખરીદી માટે અવર જવર વધશે જેથી શિહોરીમાં વેપાર ધંધાને વેગ મળશે જેના લીધે આપણાં સમસ્ત કાંકરેજ તાલુકાના વેપાર ધંધો કરવા માગતા યુવાનો શિહોરીમાં પોતાનો વેપાર ધંધો કરીને પોતાના વતનમાં જ રોજીરોટી મેળવી શકશે.
2. આપણાં તાલુકાનાં મુખ્ય મથક શિહોરીમાં આર્ટ્સ ,કોમર્સ ,તેમજ સાયન્સ કોલેજ મંજુર કરાવી .જે આખા તાલુકા ઉપરાંત બીજા વિસ્તારનાં બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવશે.
આ કોલેજથી આપણા તમામ સમાજના વિધ્યાર્થી ભાઇ બહેનો શિહોરીના ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે, જેના કારણે તાલુકામાં ઉચ્ચ શિક્ષણનો રેશીયો વધશે અને વિધ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીનુ નિર્માણ થશે.
3. મુડેઠામાં વિશાળ જી.આઇ.ડી.સી.ની મંજુરી લાવી જેથી તાલુકાનાં હજારો બેરોજગાર યુવાનોને રોજગારી મળશે.
4. કાંકરેજ તાલુકાના પાણીના તળ ઉંડા જવાનો ખેડૂતોનો પ્રશ્ન હલ કરવા માટે મોટર દ્વારા રોજના લાખો રુપિયાના ખર્ચે સુજલામ સુફલામ કેનાલ દ્વારા બનાસ નદીમાં સતત ત્રણ મહિના પાણી ચાલુ રાખીને બનાસ કિનારાના કેટલાય ગામોના ખેડૂતોના પાણીનાં પ્રશ્નને હળવો કર્યો જેથી ખેડૂતોને હાલ મોટા ખર્ચામાંથી બચાવ્યા.
5. કાંકરેજ તાલુકાના કેટલાય ગામોના ખુબ સમયથી અટવાયેલા રસ્તાઓનો પ્રશ્ન પાકા રસ્તા બાંધીને હલ કર્યો. મિત્રો, આને કેવાય વિકાસ, એક ધારાસભ્યની સફળ કામગીરી.
હજુ તો કાંકરેજ તાલુકાના તમામ ગામોના તળાવો પાઇપ લાઈન દ્વારા નર્મદાના પાણીથી ભરીને ખેડુતોનો પાણીનો પ્રશ્ન કાયમ માટે મટાડવાનો છે, પણ એના માટે જોઇએ એક સફળ અને સમર્પિત નેતૃત્વ. જે આપણા ભાજપના ઉમેદવાર શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબમાં છે. તો આપ સૌ મતદાર મિત્રોને વિનંતી છે કે આવનારા પાંચ વર્ષમાં. આપણાં કાંકરેજ તાલુકાની પ્રગતિ અને વિકાસની હરણ ફાળ માટે આવનારી ચુંટણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ વાળી સરકાર એટલે કે કિર્તીસિંહ વાઘેલાની ભાજપ સરકારને પોતાનો અમુલ્ય વોટ (મત) આપીને વિજયી બનાવવા વિનંતી છે.